Showing posts with label GENERAL KNOWLEDGE. Show all posts
Showing posts with label GENERAL KNOWLEDGE. Show all posts

જનરલ નોલેજ કવીઝ

 🙏 નમસ્કાર મિત્રો 🙏  

🔴  આજ રોજ આપની સમક્ષ સામાન્ય જ્ઞાનને લગતી કવીઝ મૂકવામાં આવી છે. 

🔵  આ કવીઝ તમામ શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ રમી શકશે. 

🔴  આ કવીઝ રમવા માટે નીચેના આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 



વિશ્વની સાત અજાયબીઓ

 💠  એક રંગારંગ કાર્યક્રમમાં 8 જુલાઈ 2007 લિસ્બન, પુર્તગાલમાં વિશ્વના સાત અજૂબાની ઘોષણા કરવામાં આવી હતી. અહીં આ નવી અજાયબીઓને રજુ કરવામાં આવી છે.



1) આગ્રાનો તાજમહેલ : 


જેને પાંચમા મોગલ બાદશાહ શાહજહાંએ 1630 ઈસ્વીસનમાં પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં બનાવ્યો હતો.

2) ચિચન ઈત્જા(મૈક્સિકો)ના પિરામિડ : 


જે 500 ઈસ્વીસનની આસપાસ યુકાટન પ્રાયદ્વીપની માયન સભ્યતાના રાજનિતિક અને આર્થિક કેન્દ્રના રૂપમાં પ્રખ્યાત અત્યંત વિખ્યાત માયન ટેમ્પલ સિટીનો ભગ્નાવશેષ છે.

3) માચુ પિચુ, કૂજ્કૂ : 


પેરુમા 1460 અને 1470 ઈસ્વીસનમાં મધ્ય પહાડો પર આવેલુ એક શહેર.

4) ક્રાઈસ્ટ ધ રિડીમર, રિયો ડે જેનરિયો : 


બ્રાજીલમાં દોરકોવાડો પર્વત પર સ્થાપાયેલી જીસસ ક્રાઈસ્ટની 38 મીટર ઉંચી મૂર્તિ જેનું નિર્માણ 1931 ઈસ્વીસનમાં કરવામાં આવ્યુ.

5) ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના : 


220 ઈસ્વીસન પૂર્વ અને 1368 થી 1644 ઈસ્વીસનમાં ચીનના મંગોલોના આક્રમણથી બચવા અને એક સંયુક્ત રક્ષા તંત્રની કિલ્લાબંદી માટે બંધાયેલો.

6) રોમન કોલોસમ, રોમ : 


ઈટલીમાં એક મહાન રંગભૂમિ છે, જે 70 અને 80 ઈસ્વીસનની વચ્ચે રોમન સામ્રાજ્યના ગૌરવ ગાન માટે બંધાઈ.

7) પેટ્રા : 


જે એક સમયે કિંગ અરેટાસ ચતુર્થના નાબાતેયા સામ્રાજ્યની રાજધાની હતી, આનું નિર્માણ જોર્ડનમાં 9 ઈ.પૂથી 40 ઈસ્વીસનના મધ્યમાં કરવામાં આવ્યુ.

સૂર્ય ગ્રહણ વિશે ઉપયોગી જાણકારી અને જીવંત પ્રસારણ

🔭  સૂર્ય ગ્રહણ લાઈવ જુઓ તમારા મોબાઈલમાં.


🔭  સૂર્ય ગ્રહણ વિશે ઉપયોગી જાણકારી.


🔭  સૂર્યગ્રહણ : કઇ રાશિ પર પડશે કેવી અસર ? 

🔭  સૂર્ય ગ્રહણ લાઈવ જોવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરો. 

LINK : 1


LINK : 2


LINK : 3


LINK : 4


LINK : 5


LINK : 6


LINK : 7


ખેડા શહેર અને તેના વિવિધ તાલુકાના નકશા

💠  ખેડા શહેર અને તેના વિવિધ તાલુકાના રંગીન નકશા ડાઉનલોડ કરવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
      👉  ગુજરાત રાજ્ય
      👉  ખેડા શહેર
      👉  વસો તાલુકો
      👉  માતર તાલુકો
      👉  મહેમદાવાદ તાલુકો
      👉  ગલતેશ્વર તાલુકો
      👉  કઠલાલ તાલુકો
      👉  ખેડા તાલુકો
      👉  નડિયાદ તાલુકો
      👉  કપડવંજ તાલુકો
      👉  મહુધા તાલુકો
      👉  ઠાસરા તાલુકો

ભારત સરકારના મંત્રી મંડળના તમામ ખાતાઓની સોંપણી

🔆  ભારત સરકારના મંત્રી મંડળના તમામ ખાતાઓની સોંપણી થઈ ગઈ છે. ઓફિશિયલ પીડીએફ મૂકી દેવામાં આવી છે. તેને વિગતવાર જોવા માટે - અહીં ક્લીક કરો.

🔆  ગુજરાતીમાં જોવા માટે - અહીં ક્લીક કરો. 

જોડણીના સામાન્ય નિયમો!

જોડણીના સામાન્ય નિયમો!

                           

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર. 

આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે. 

1)   ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

 દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે... 

2)  ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

 દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...

3)   બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં  દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી.

દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે... 

4)   ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી 

દા.ત.  પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે.... 

   પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા  શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી. 

દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે... 

   ૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

        દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે... 

૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી. 

દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...

૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...

સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ 

 

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી 

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો. 

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની. 

(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા. 

(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે - 
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
 હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
 બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
 બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
 પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં.... 
 ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
 ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.

જ્ઞાન પરબ એપ્રિલ ર૦૧૭


💥GyanParab E-Magazine April 2017 Special issue For HTAT Exam
🔹જ્ઞાનપરબ મેગેઝિનનો એપ્રિલ ૨૦૧૭ નો અંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. આવનારી GPSC,HTAT પરીક્ષાની તૈયારી માટે ખાસ ડાઉનલોડ કરી લેજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો...
આ અંકના મુખ્ય આકર્ષણો...
★મનોમંથન
★ધો-૭ બીજું સત્ર વિજ્ઞાન ટેક. પ્રશ્નોના જવાબ(વન લાઈનર)
★વૈજ્ઞાનિક શોધ અને શોધક
★તોલમાપના વિનિમય દર
★વ્યક્તિ વિશેષ - ઝવેરચંદ મેઘાણી
★માર્ચ માસનું સંપૂર્ણ કરંટ અફેર્સ
★ભારતીય સંસ્કૃતિ અને કલા વિષયક પ્રશ્નો
★ગુજરાતી રૂઢીપ્રયોગ અને અર્થ

👌http://www.shikshanjagat.in/2017/04/gyanparab-e-magazine-april-2017-issue.html

🙏Share this maximum

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS