ખરેખર આવું થાય તો મજા આવી જાય
રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય
છૂટી જાય બ્રીફકેસ ને દફતર આવી જાય
ગાડીઓ ના બદલે સ્કૂલ બસ દેખાય જાય
છૂટે મોબાઈલ હાથ થી ને ગિલ્લી ડંડો આવી જાય
ગૂમ થાય કોમ્પ્યુટર ને બ્લેક બોર્ડ દેખાય જાય
મિનરલ વોટર ના બદલે પાણી ની પરબ આવી જાય
પીવું પાણી ખોબે ખોબે ને બાંયો થી મોઢું લુછાય જાય
રેશમીઓ ગૂમ થાય ને રફી આવી જાય
ઠેર ઠેર લતા કિશોર ને મુકેશ ના ગીતો સંભળાય
ફુલ સ્પીડ થી ભાગતી જિંદગી થોડો શ્વાસ ખાય
શેરી મોહોલ્લે દોડું બેફામ ભલે ઘૂંટણ છોલાય
ચાઇનીસ લારી ને બદલે કરીમ ભેળવાળો દેખાય
ફ્રોઝન આઈસ ક્રીમ ના બદલે ભૈય્યા ની કુલ્ફી ખવાય
મોબાઈલ પર રમતી આંગળીઓ મંજી રમતી થાય
રોજિંદી દોડધામ ના બદલે ઉભી ખો રમાય
મામા ના ઘર નું વેકેશન પરદેશ ગમન કહેવાય
પરદેશી કાર્ટૂન ના બદલે બકોર પટેલ વંચાય
ખરેખર આવું થાય તો મજા આવી જાય !!!
No comments:
Post a Comment