*_અનિલ ગુપ્તા સરનું પ્રેરક પ્રવચન_*
અનિલ ગુપ્તા સરનું જપ્રેરક પ્રવચન - ઈનોવેશનફેર – 2017 સાપુતારા
( ઈનોવેશન ફેર -2017 તા.26/3/2017 ના અનિલ ગુપ્તા સરે આપેલું પ્રેરક ઉદ્દબોધન જે શિક્ષક, સમાજ અને સરકાર સૌને પ્રેરણા પાથેય બની રહે છે. )
ઘણાં લોકોને હું નથી મળી શક્યો. આપના ચહેરા પર ખુશી જોઈ રહ્યો છું. જીવનમાં ઉપર ચડવા માટે સીડી હોય છે, જેમાં પહેલું પગથિયું છે ઉત્સુકતા. મનમાં જિજ્ઞાષા હોય. કોઈએ વાલી સાથે સંપર્ક કરી શાળાને આગળ વધારી તો ગામનો સમાજ પોતાની રીતે જોડાઈ ગયો. કોઈએ બહારથી સાધન લીધા અને સુવિધાઓ કરી. કોઈએ સરસ પ્રયોગો કર્યા. કોઈએ કાવ્યો લખાવ્યા. મને એ બહુ ગમ્યું. કાવ્યબોધ બાળકમાં પેદા થાય, સંવેદન તેની રીતે જાગી જશે. નિર્દોશ લોકોમાં સંવેદના ભાવ વધારે હોય છે. પચાસ બાળકોની પચાસ કવિતા ભેગી કરવી એ મોટી વાત છે. ઉત્સુકતા પેદા થઈ. ઉત્સાહથી ઉર્જા આવી અને ઉર્જાથી મને જોવા મળ્યો હરેકના ચહેરા પર ઉલ્લાસ. ખૂબ ખૂશી હતી તમારા સૌના ચહેરા પર. બાળકોના જીવનમાં પરિવર્તન કર્યું. 2016 11 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો જન્મદિવસ હતો અને અમે હનિબી નેટવર્ક દ્વારા નક્કી કર્યું કે ચાર ઈનોવેશ સ્થાયી રૂપમાં કાયમી સ્થાપિત રહે તેવા લઈ જવા તેમાંથી શિક્ષા, ટેકનોલોજી, મર્યાદા અને સંસ્કૃતિ જેવા ચાર પ્રકારના ઈનોવેશ પસંદ કર્યા એમાં તમારા બે અધ્યાપક પણ હતા. પ્રિતિ બહેન હતા અને દિલિપભાઈ બાલગમીયા હતા. બધાને બોલાવવા તો મુશ્કેલ હતું. પણ બે પ્રતિનિધિ શિક્ષક ત્યાં હતા. જેમણે કુપોષણ દૂર કરવા પ્રયત્ન કર્યો. મેં જોયું આજે એક અધ્યાપિકા હતી, જેઓએ બાળકોના વાલીઓને શીખવ્યું કે કેવી રીતે ભોજન આપણે આપીએ તો બાળકોનું કુપોષણ દૂર થાય. અને બાળક સ્વસ્થ થાય. ગુજરાતમાં આ એક મોટી સમસ્યા છે કે 43 ટકા બાળકો પાંચ વર્ષની ઉમરે કુપોષિત છે. તેનું મન અભ્યાસમાં નથી લાગતું એ ક્યારેય ને ક્યારેય શાળા છોડી દેશે. જેમણે પણ કુપોષણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો તેમણે સરસ કામ કર્યું. દીલીપભાઈએ શું કર્યું? દરેક વિદ્યાર્થી પાસે મુઠ્ઠી અનાજ લાવવાનું કહ્યું. તેને ફણગાવીને બાળકોને ખવડાવ્યા. એ કોઈ મુશ્કેલ કામ નથી. કોઈ ખર્ચ નથી. સમાજ પાસેથી અનાજ લીધું. આવા પ્રયોગ કે જેમાં સરકાર પાસે અપેક્ષા રાખ્યા વગર શિક્ષક પોતાની પ્રેરણાથી સારા સારા પ્રયોગ કરી રહ્યા છે. તેની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. એક શિક્ષક છે જેમણે બસો-અઢીસો વિડિઓ બનાવ્યા છે, તે બધાને ઉપલબ્ધ થઈ જાય તો કામ થઈ જાય. જોશીજીને અનુરોધ કર્યો છે કે પાઠ પર ક્યૂ.આર. કોડ લાગી જાય તેથી તે પ્રયોગનો આપણે વિડિઓ મળી જાય. જો આવું બધા પુસ્તકમાં લગાવી દેવામાં આવે તો બધા પાઠના વિડિઓ મળી જાય અને એ રીતે ગુજરાત દેશમાં પહેલું રાજ્ય હોય કે બધા પાઠ્યપુસ્તકના તમામ પાઠમાં વિડિયો ઉપલબ્ધ હોય! અત્યારે આપણે એ ન વિચારીએ કે કઈ પ્રસ્તુતિ સારી છે? જે સારી હશે તે શિક્ષકો વાપરશે, નહીં સારી હોય તો નહીં વાપરે, આખરે ધીરેધીરે બધું સુધરી જશે. એક શરૂઆત તો કરી એ કે બાળકોને પાઠ વિડિયોના રૂપમાં જોવા મળે તો એ બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે જે પ્રાઈવેટ સ્કૂલોની સાથે સ્પર્ધામાં આવે છે. મને આજે એ વાત વધુ આનંદ આપી ગઈ કે કેટલાય શિક્ષકો એવા હતા કે તેમણે ખુશીથી કહ્યું, મેં આટલી શાળા બંધ કરાવી. મેં સાંભળ્યું છે કે જૂનાગઢમાં એક શિક્ષક છે તે તરૂણભાઈ. તેમણે ઘણી પ્રાઈવેટ સ્કૂલ બંધ કરાવી. હું એ ઈચ્છું કે તમે એક સંકલ્પ લો કે સરકારી શાળા એ આપણા સમાજની પહેલી પસંદ હોય, એવા દિવસો આવવા જોઈએ. બધા એવી વિનંતી કરે કે અમારું એડમિશન પણ કરાવી દો સરકારી શાળામાં. એવી ભલામણ આવવા લાગે. એના માટે સ્પર્ધા થવા લાગે! પણ જે અત્યારે સ્થિતિ છે કે ગરીબ વર્ગના જ બાળકો આવે એ સ્થિતિ બદલવી પડશે. આપણે સૌ સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે, ત્યાં બહુ નિષ્ઠાથી કામ થાય છે. હા. એક પ્રશ્ન મેં બધા શિક્ષકો – શાળાઓમાં પૂછ્યું, આપના જેવી લગન, આપના જેવી શ્રદ્ધા, આપના જેવી નિષ્ઠા બીજા શિક્ષકોમાં કઈ રીતે પેદા કરીશું? આ પ્રશ્ન તો સ્વાભાવિક છે અને આ પ્રશ્ન તો પૂછવાનો હક્ક છે. મને એવું સમજમાં આવ્યું કે કોઈ શિક્ષક શૈક્ષણિક શોધયાત્રા કરે, અલગ અલગ શાળાઓમાં જાય, હું પણ આવીશ આપની સાથે. પોતપોતાના અનુભવ બતાવે તો કંઈક તો અસર થશે જ. 18000 ગામ છે ગુજરાતમાં. શિક્ષણનું સ્તર ગુજરાતનું નીચું છે. ગુજરાત ઔદ્યોગિક સ્તરે ખૂબ વિકાસ કરી ચૂક્યું છે પણ શિક્ષાના ક્ષેત્રમાં આપણું રેંકિંગ એટલું સારું નથી. હિમાચલ પ્રદેશ અને કેટલાક બીજા રાજ્યો આપણાથી આગળ છે. મને લાગે છે આપણે સૌ મળીને પ્રયત્ન કરશું, તો ગુજરાતનો રેંક બે-ત્રણ વર્ષમાં સૌથી ઉપર આવી જાય એ પ્રયત્ન આપણા હોવા જોઈએ. આ આપણે સૌ સાથે મળીને કરીશું તો ચોક્કસ થઈ શકશે. સાધન પણ સરકાર તરફથી છે, નિયત પણ સાચી છે. દિશા પણ સાચી છે, માત્ર દશા બદવાની છે. જ્યારે સાચી નિયત અને સાચી દિશા છે, તો દશા બદવામાં સમય કેમ લાગે છે?! તેના વિશે ધ્યાન આપવું પડશે. મારા સાથી મિત્ર વિજયચંદ સેરીજી આજે નથી આવ્યા તેણે છેલ્લા 15-20 વર્ષમાં ખૂબ મહેનત કરી અને હાલમાં 75 અનુભવોને જી.સી.ઈ.આર.ટી. સાથે મળીને કામ કર્યું. તેનું પ્રતિફળ ખૂબ સરસ મળ્યું. શિક્ષકોને તેનું ફળ મળ્યું અને સારા આઈડિયા આવી રહ્યા છે. શિક્ષકના મનમાં બીજ વાવવામાં આવ્યું, રવિ મથ્થાઈ સેન્ટરના માધ્યમથી. આ કાર્યને આગળ વધારવાની જરૂર છે. Inshodh.com પર બધું ઉપલબ્ધ છે, એ કન્ટેન્ટ આપ ડાઉનલોડ કરી શકો છો. આ ટ્રેનિંગનું એવું શેડ્યુલ બની જાય કે આપણે એક અઠવાડિયામાં એક કલાક શીખવા માટે કામ કરીએ. તો મનમાં બેચેનીનું બીજ ઉગી નીકળશે. આપણને બધાને થોડી તકલીફ થશે. અરે આને એટલું સરસ કરી લીધું હું નહીં કરી શકી કે કરી શક્યો? આ જે ઈર્ષા છે, આ ઈર્ષાથી સારું કામ થશે તેનાથી કોમ્પિટિશન અને કોલબ્રેશન થશે. પરસ્પર હરિફાઈ પણ થશે અને પરસ્પર સહયોગ પણ વધશે. હરિફાઈ એ બાબતની હશે કે હું બીજાથી વધારે સારું કામ કરું. અને સહયોગ એ બાબતે હશે કે બીજાએ સારું કામ કર્યું તે હું અપનાવી લઉં. આ એક મને પૂરો વિશ્વાસ છે કે તે પ્રયત્ન ખૂબ આગળ વધશે. આપને કદાચ ખબર હશે જ્યારે રામમૂર્તિજી શિક્ષાના સચિવ હતા. ઘણા સમય પહેલાની વાત કરું છું – 25-30 વર્ષ પહેલાની. ત્યારે તેણે કહ્યું કે અમને મદદ કરો કે શિક્ષામાં પ્રગતિ કઈ રીતે કરી શકાશે? તમે આઈઆઈએમના સોશિયલ વિભાગના પ્રોફેસર છો બધી બાબતો જાણતા હશો. તો મેં કહ્યું કે મને એવા 25 શિક્ષકના નામ જણાવો કે જેણે પોતાની સૂઝબૂઝથી કંઈક નવું કર્યું છે. તો આમતેમ જોવા માંડ્યા, મેં કહ્યું, તમે સચિવ છો 15-20 વર્ષથી આપ શિક્ષણના ક્ષેત્રમાં કામ કર્યું છે, આપને 25 શિક્ષકના નામ નથી ખબર. તેણે કહ્યું આ પ્રશ્ન કોઈએ પૂછ્યો ન હતો. દિલિપસિંહ શિક્ષણ સંઘના પ્રમુખ હતા ત્યારે એક લાખ ચાલીસ હજાર કદાચ વધારે હશે એટલા શિક્ષકો સાથે મળ્યા હતા અને એ સમયે ત્યાં મિટિંગ કરી 25 શિક્ષકો આવ્યા. ત્યાં ભાનુમતિબેન હતા, મોતિભાઈ હતા. ઘણાં શિક્ષકો આવ્યા હતા. એ સમયે એક બીજ વાવ્યું હતું એ દિવસે. આજે વિજયના પ્રયત્નોથી અને આપ સૌના સહયોગથી જી.સી.આર.ટી.ના ઉત્સાહ, ગુજરાત સરકારના સતત સપોર્ટથી. જે વટવૃક્ષ બન્યું છે તેનું પરિણામ આપણા બાળકોને મળવું જોઈએ. માત્ર 75 શાળાઓ બદલવાથી કંઈ નહીં થાય, બધા ગામ બદલે, અઢારહજાર ગામ બદલે. બધા ગામનું મનોબળ વધે બધી શાળામાં બાળકોને એ વિશ્વાસ મળે કે તેના જીવનની જવાબદારી બધા શિક્ષકો નિષ્ઠાથી લે છે. આજે બે બાબત સારી આવી. ઘણી બાબતો સારી આવી, તેમાં બે બાબત ધ્યાનપાત્ર છે એક કે જે બાળક ખૂબ હોશિયાર છે એને એકને એક વસ્તુ શીખવવામાં આવે તો તેનું મન ભણવામાંથી ઉઠી જાય છે. એ કહે છે કે મેં શીખી લીધું વારંવાર શા માટે કહો છો? તો કેટલાક બાળકો શાળા એટલે છોડે છે કે તેને ચેલેન્જ નથી મળતી શાળામાંથી. તેને નવું શીખવા માટે તેને જે નવી નવી ચેલેન્જ જોઈએ એ આપ નથી દઈ શકતા, તમે બધા બાળકોને એક સરખી રીતે નાપી રહ્યા છો. જે હોશિયાર છે તે નબળા બાળકોને ભણાવે, તે થોડીક જવાબદારી સંભાળે. તેને થોડાં આગળના મુશ્કેલ પ્રશ્નો આપવામાં આવે. તો કદાચ તેનું મન વધારે લાગશે. તેવી એક વાત આજે આવી. એ બાળકોને આપણે છોડવાના નથી, તે બાળકો આપણું નામ કમાશે. તે બાળકો શાળાનું નામ રોશન કરશે. જે બાળકો નબળા છે તેના પર પણ ધ્યાન આપવાનું છે, આપે ધ્યાન આપ્યું છે કોઈએ વધારે સમય આપીને, રજા પછી થોડો સમય શાળામાં રોકાયને. તેનું હોમવર્ક શાળામાં જ કરાવી દેવામાં આવે તેને ઘરે જઈને કોઈ કામ ન કરવું પડે, તેવા બાળકોના મા-બાપ પણ ભણેલા નથી હોતા, તો તેવા બાળકોનું ઘરલેશન અડધો કલાક શાળામાં રોકાઈને જ કરવાનું રાખો. બીજા બાળકોને જવા દો. તે નબળા બાળકોને રોકીને કહો કે ક્યાં તમને મુશ્કેલી પડે છે? તમારા પ્રશ્નના જવાબ હું આપું છું. સમજાવું છું. તમને લાગે છે કે આવો પ્રયાસ આપણી શાળાઓમાં થઈ શકશે? જો આવો પ્રયાસ થયો તો મને પૂરો વિશ્વાસ છે કે એ નબળા બાળકો છે કે જે લેશન ન લાવે તો તેને ઠપકો સહન કરવો પડે છે, તે તેની મજબૂરી છે કારણ કે તેને સમજાવવાવાળું ઘરે કોઈ નથી. તો આવા બાળકોનું લેશન શાળામાં જ થઈ જાય તો તે ઘરે જાય ત્યારે ઘરે જઈને હસે- રમે-કૂદે ઘરે જઈને ભણવાની જરૂર નથી, અહીં જ ભણી લો. એટલું પૂરતું હોય છે બાળકો માટે. બાળક ક્લાસમાં ધ્યાનથી સાંભળી લે. હું એવા જ બાળકોમાં એક હતો કે વર્ગમાં ધ્યાનથી સાંભળી લઉં, નોટ બનાવી લઉં, પછી વધારે ધ્યાન ન આપતો. બાકીના સમયમાં બીજા પુસ્તકો વાંચતો. ઘણાં બાળકો આવું કરી લેશે. ઘરમાં તેને રમવા-કૂદવાનો સમય છે. મસ્તી કરવાનો સમય છે. આ આપણે કરવાની જરૂર છે કે જે હોશિયાર બાળકો છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે અને નબળા બાળકો છે તેના પર અલગ પ્રકારનું ધ્યાન આપવાની જરૂર છે. એકવાર નાશિકથી વૃંદા સુધીની શોધયાત્રા હતી હમારી. હું ખૂબ ચાલ્યો છું, આખા દેશમાં ચાલ્યો છું. પાંચ-છ હજાર કિલોમીટર ચાલ્યો છું. બધા રાજ્યોમાં અમે ચાલી ચૂક્યા છીએ. અમારી શોધયાત્રાનો આગળનો ભાગ શરુ થઈ રહ્યો છે ઓરિસ્સામાં. દરેક ઠંડી, ગરમી, વરસાદમાં ચાલ્યો છું. એક શાળા મને મળી છે, માત્ર એક સરકારી શાળા. જ્યાં ક્લાસમાં બાળક આવે છે તો દિવાલ પર ત્યાં તે લોકોના નામ લખ્યા છે કે જે લોકો એ શાળામાં ભણીને મહાન બન્યા છે. તો બાળક જેવું પ્રવેશ કરશે તો તેના નામ વાંચશે. તેના મનમાં આકાંક્ષા જાગશે, અને તેને થશે કે મારે આનાથી આગળ જવું છે. કોઈ પોલીસ બને કોઈ કલેક્ટર બને કોઈપણ બને. તો આપને આવા ઘણાં ઉદાહરણ મળશે કે આપની શાળામાં ભણીને તેને કોઈને કોઈ મોટી ઉપલબ્ધી મેળવી હોય. શું મોટું કામ છે આવું કરવામાં. પણ આપ જોઈ શકશો કે તેનાથી પરિણામ મળશે. કોઈક બાળકના મનમાં તો ચોક્કસ જાગશે કે મારે આનાથી આગળ જવું છે. અને તે સંકલ્પ જાગી ગયો તો શિક્ષકનું કામ થઈ ગયું. બાકીનું કામ બાળક કે બાળકી તેની રીતે કરી લેશે. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે શાળાની દિવાલ પર એવા લોકોના નામ લખીએ. આપણા માંથી ઘણાં સરકારી શાળામાં જ ભણીને આવ્યા છે. રાવળ સાહેબ, હમણાં આપે બતાવ્યું કે કેટલા બધા શિક્ષકો પોસ્ટગ્રેજ્યુએશન છે પોતપોતાના વિષયમાં મતલબ કે જાણકારીની તો કોઈ કમી નથી. તો કેટલાક વિષય એવા હોય છે કે શિક્ષક પણ નબળો હોય છે. હોય કે નહીં. જે પીટીસી કરીને આવે છે તેનું ગણિત એટલું સારું નથી હોતું, વિજ્ઞાન એટલું સારું નથી હોતું તો તેનું અલગથી કોચિન શરુ કરે કે શિક્ષક પણ કેપેબિલિટી મળે. જે એમએસસી છે કે જે માહેર છે તે આ શિક્ષકો માટે અડધો કલાક વિડયો ક્લાસ લગાડે કે કંઈ પણ કરે. જેનાથી તેના વિષયની નબળાઈ દૂર થાય. કારણ કે આપણા મગજમાં જ જે વિષયની નબળાઈ હશે તેનો ઉપાય બાળકોને નહીં કરાવી શકીએ, બાળકોને કહી દઈશું કે નહીં નહીં એની કોઈ જરૂર નથી, બાળક વિચારશે કે શિક્ષક કહી રહ્યા છે તો જરૂર નહીં હોય. તો એક વાત હું હંમેશા કહું છું અને આજે ફરીથી કહીશય કે જે પ્રશ્ન આપણને નથી આવડતો તે ખૂલ્લીને બધાની સામે કહીએ કે આ પ્રશ્નનો જવાબ મને ખબર નથી હું મેળવીને કાલે આપને બતાવીશ. આવું કેટલા શિક્ષકોએ કહ્યું જરા હાથ ઊંચો કરો. એટલા બધા શિક્ષકોએ વર્ગમાં બધા સામે કહ્યું કે મને ખબર નથી, ખૂબ સરસ બાબત છે, મને એ વાતની ખૂશી છે અને એક શિક્ષકના નાતે મેં 40 વર્ષ શિક્ષણનું કાર્ય કર્યું છે અને હું કહીશકું છું કે શિક્ષકની સૌથી મોટી ઈમાનદારી એ જ છે કે શિક્ષક બાળક સામે માની લે કે જે તે પ્રશ્નનો જવાબ તેને ખબર નથી. જેથી શિક્ષકને એ રાતે નિંદર નથી આવતી, ખૂબ તૈયારી કરવી પડે છે. બેચેની, પરેશાની થાય છે. અને પછી તે જવાબ શોધીને જ્યારે વર્ગમાં તમે જઈને કહો છો ત્યારે જે મજા આવે છે, બાળકોને પણ મજા આવે છે. આનાથી તમે બાળકોને નમ્રતાનો પાઠ ભણાવી દીધો. નમ્રતા શીખવી દીધી. તે શિક્ષાનું ભાષાણ દઈને નથી શીખવી શકાતું તે આપના વ્યવહારથી જ શીખશે. મારા પિતાજી કહ્યા કરતા હતા કે બાળકને વધારે શીખવવાની કોશિશ નહીં કરતો તે ચોવીસ કલાક તને જોઈ છે, તમારો વ્યવહાર જે છે, એ જ તેના જીવનવર્ગનું પુસ્તક છે. હું માનું છું કે બાળકો આપણો વ્યવહાર જ ખૂલ્લું પુસ્તક છે. જો આપણો વ્યવહાર કૌશલ્યપૂર્ણ હશે તો બાળકના મનમાં એ વ્યવહાર આપમેળે આવી જશે. જે સંસ્કાર આપણે આપવા માંગીએ છીએ. તેનું એક બીજું સૂત્ર આપની સામે કહેવા ઈચ્છીશ વ્યક્તિ વિચાર વ્યવહાર અને સંસ્કાર આ ચાર વિષય છે જેની પર આપણે આખા દિવસની ચર્ચા કરીએ છે. નવ્વાણું ટકા સમય તો આપણો વ્યક્તિની ચર્ચામાં જાય છે. ફલાણાએ આમ કહ્યું ને પેલાએ તેમ કહ્યું, આલોચના કરવી, ટીપ્પણી કરવી એ બાબતમાં સમય જાય છે. વિચારની ચર્ચા ઓછી થાય છે, વ્યવહારમાં લાવવાનું તો તેનાથી પણ ઓછું થાય છે, સંસ્કારમાં લાવવું તો કેમ બનશે. વ્યક્તિઓથી હટીને વિચારો પર આવવું પડશે. મને એ મનનનો વિચાર ખૂબ ગમ્યો કે શાળાના બોર્ડ પર જે શિક્ષક વહેલો આવે તે પોતાનો વિષય લખે અને પછી બધા તેના પર પોતાના વિચારો રજૂ કરે. તેનાથી શિક્ષકો પણ વહેલા આવવા માંડ્યા. બાળકો પણ ઝડપથી આવે છે કારણ કે તેને પણ પોતાની વાત રજૂ કરવી હોય છે, તે રીતે એક સામૂહિક નિબંધ લખાય છે. એવું મેં પહેલા ક્યારેય જોયું ન હતું કે એક વિષય પર અલગ અલગ બાળકો એક એક વાક્ય લખે જેથી એક વિષય પર નિબંધ બધા બાળકોએ લખ્યો હોય. હવે આવું રોજ થાય તો દરરોજ અલગ અલગ બાળકોનો વારો આવે આ રીતે મૌલિક ચિંતનના સંસ્કાર આપે તેનામાં આરોપિત કરી દીધા. કડીઓથી કડી મેળવીને નિબંધ લખાય, આ મને શ્રેષ્ઠ રીતે લાગી નિબંધ લખવાની મૌલિકતા ભાષાને શીખવાની. શબ્દજ્ઞાન વધશે. આત્મવિશ્વાસ વધશે. આપણા મનથી આપણે લખશું તો સારું રહેશે એવું થશે. એક મારો કડવો અનુભવ આપની સાથે વહેંચું છું કે હું જ્યારે 8માં ધોરણમાં હતો તો હમારા શિક્ષક શું કરતા કે નિબંધ લખાવી દેતા. અને જે માર્ગદર્શિકા હતી તેમાંથી લખવાનો હોય. હું મારો નિબંધ મારી રીતે લખીને જતો તો મારું લખાણ ખોટું કરતા. તે કહેતા કે મેં તને કહ્યુંને કે હું જેમ કહું તેમ કર. તારી રીતે કરીશ તો માર્કસ કપાસે નંબર પાછળ જશે. મેં તને કહ્યું હતું કે તું તારી રીતે લખીશ તો ભૂલો વધારે કરીશ વધારે માર્ક્સ કપાશે. પણ હું લખવાનું શીખવા ઈચ્છતો હતો. હું મારા મનની વાતો લખવા ઈચ્છતો હતો. એ સાચા હતા, માર્ક્સ મારા ખૂબ ઓછા આવ્યા. ... આપણે જે મૌલિકતા શીખી છે તેનો કોઈ વિકલ્પ નથી. આપે ઘણાં સારા નવતર પ્રયોગો કર્યા છે. પણ બધા શિક્ષકો નવતર પ્રયોગો કરશે તો તેના પ્રચાર કઈ રીતે થશે. આપણે કેટલીક વાત આપણાં મનની પણ કરવી જોઈએ અને કેટલીક વાત બીજાના મનની પણ કરવી જોઈએ. જે વાત સારી લાગે તે વાત જીવનમાં અપનાવવી જોઈએ. હું આપ સૌને કહીશ કે ઈનશોધ જે વેબસાઈટ બનાવી છે વિજયચંદની ટીમે તેમાં આપની જાણકારી મૂકો. મેં હમણાં જ જે બાળકોની વાર્તાઓના પુસ્તક જોયાં તો આપણે એવી રિપોર્ઝેટરી પણ બનાવીએ કે જે સાહિત્યને પ્રસ્તુત કરે, જે અધ્યાપકોએ બનાવી છે. મારું કામ તો એક જ છે કે આપે કરેલું કામ દુનિયાભરમાં ફેલાવવું તે કામ હું સારી રીતે કરી શકું છું. જે આપનો પ્રયોગ છે તે આજે મેં સાત-આઠ ટ્વિટ કર્યા છે બાકી પણ કરીશ. હું ઈચ્છું કે આપનો પ્રસાર આખા દેશમાં થાય. આખો દેશ આપના અનુભવમાંથી શીખે. અનુભવ કરે. એક એવું ફંડ બને. શિક્ષાના જોખીમરાશીનું ફંડ. જે રીતે સ્ટાર્ટપ ફંડ બને છે. બિહારમાં હતો ત્યાં મુખ્યમંત્રીએ પાંચસો કરોડનું ફંડ બનાવ્યું, ગુજરાતમાં પણ બાળકો માટે બસ્સો કરોડનું ફંડ બન્યું છે પણ શિક્ષકો માટે પોતાના પ્રયોગોને વધારવા માટે ફંડ અત્યાર સુધી નથી બન્યું. તો હું ઈચ્છીશ કે ધારાસભ્ય પણ બેઠા છે, ગુજરાત સરકરા કમસેકમ પાંચસો કરોડનું એક ફંડ બનાવે જે શિક્ષકોના અનુભવને ફેલાવા માટે કામ આવે. તે સ્પર્ધાના રૂપમાં મળશે આપને. અને પ્રયત્ન કરશું કે તેમાંથી આપણે કંઈક રોકાણને પાછું લાવી શકીએ. પણ એ ગ્રાન્ટ છે. મેં હમણાં એક બૂક જોઈ જેમાં દિવંગત લોકોની શ્રદ્ધાંજલી હતી, જાહેરાત હતી તે બૂક બાળકોને ફ્રીમાં મળી રહી હતી. આ સારો પ્રયોગ છે. તરસમિયાનો પ્રયોગ સારો છે, હવે બાળકોને પૈસાની ચિંતા નહીં રહે પોતાની બૂક લેવા માટે. માત્ર પોતાની શાળાને જ સારી ન બનાવો જ્યાં સાધનનો નથી મળતા છેવાડાના પ્રદેશો છે ત્યાં પણ તમારામાંથી બચાવીને મોકલો. તેથી તેવી શાળાનો પણ વિકાસ થશે. જ્યાં સંપન્ન લોકો છે ત્યાં વધારે દાન મળે જ્યાં ગરીબ લોકો છે ત્યાં એટલું દાન ન પણ મળી શકે. પણ બાળકો તો તે પણ આપણા છે. શિક્ષક એવું ન વિચારે કે માત્ર મારી શાળાના જ બાળકો મારા છે, પણ બધા બાળકો આપણા છે એવું વિચારીને કાર્ય કરે. તો બીજી શાળાઓનો પણ વિકાસ થશે. ગાંધીનગરના શિક્ષક શંકરભાઈ ઘણાં સમય પહેલાની વાત છે કે તે એવું કરતા કે જે લોકો તેના ગામના કોઈ વિદેશથી આવે તો તેને બોલાવીને માળા પહેરાવે સન્માન કરે. જેનું સન્માન થાય તે શાળા માટે યોગદાન આપતા હતા. મદનમોહન માલવિયાએ જ્યારે હિન્દુ વિશ્વ વિદ્યાલની સ્થાપના કરી ત્યારે પાવલી પાવલી ઘરેઘરે જઈને ફાળો માંગ્યો હતો. ભણતર માટે જો ભીખ માંગવી પડે તો કંઈ ખોટું નથી. મને એમાં કંઈ ખોટું નથી લાગતું. તેમાં કોઈ કમી નથી. બાળકો માટે કોઈ પાસે માંગવું એમાં કોઈ ખોટી વાત નથી. આપનામાંથી ઘણાં લોકોએ ખૂબ ફંડ ઉભું કર્યું છે બાર બાર લાખ, દસ દસ લાખ મેળવ્યા. ખૂબ સારી વાત છે. તેમાંથી કેટલાક સાધન એવી શાળામાં પણ પહોંચાડો કે જ્યાં આધારભૂત સુવિધા પણ ન હોય. અંતમાં એટલું જ કહીશ કે સેતુનો જે ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ છે તેનો વધારેમાં વધારે લાભ મેળવો. બીજા વિકલ્પ હોય, હમણાં મેં જોયું કે મોબાઈલથી શિક્ષણનો પ્રયોગ, જ્યાં કોમ્પ્યુટર સારી રીતે કામ નથી કરી રહ્યું, શાળામાં સુવિધા નથી. ત્યાં આ રીતે પણ આપ શીખવો કે કઈ રીતે કિબોર્ડ, માઉસ ચાલે..., આવી બેઝિક બાબતોનો ખ્યાલ આવી જશે. તેનો ડર નહીં રહે તેને તેને એ ખબર પડી જશે કે કોઈ કાલે પૂછશે તો કે કોમ્પ્યુટરમાં કેવા સાધનો, શું હોય, કઈ રીતે ચાલે. જો આધારભૂત અને પાયારૂપ કામ છે એ થાય તો ઘણું કામ થઈ જાય. એક આપણે પ્રશ્નબેંક બનાવીએ એવા પ્રશ્નોની કે જે પ્રશ્ન સાંભળી આપણે આશ્ચર્યમૂઢ બની જઈએ કે એટલી નાની ઉમરમાં કેવો પ્રશ્ન. આવી પ્રશ્ન બેંક બનાવી જોઈએ. જોશી સાહેબ, જે તેની ઉમરથી આગળ જઈને તેણે પૂછ્યું હોય. મારો એક ફેવરિટ પ્રશ્ન છે હંમેશા હું એ કહું છું, અને આપનામાંથી કોઈને કહ્યો પણ હશે, એકવાર વલભીપુરમાં ગયો કોઈ શાળામાં મેં કહ્યું એવો પ્રશ્ન પૂછો જેનો જવાબ મને નથી આવડતો. એક તોફાની છોકરી એણે મને પ્રશ્ન કર્યો કે રસોડામાં એક ચમચી ખાંડ એક બાજુ રાખી દો અને એક તરફ ગોળ રાખી દો. ખાંડ પર કિડી આવશે અને ગોળ પર મંકોડો આવશે આવું શા માટે, છેને જબરો સવાલ. આ ભીષણ વિજ્ઞાનનો પ્રશ્ન છે આ સરળ સવાલ નથી. કિડીને શું તત્વ જોઈએ, મંકોડાના કેવું તત્વ જોઈએ, ગોળમાં એવું ક્યું તત્વ છે કે મંકોડો આવે છે તો બાળકોમાં આવા પ્રશ્નો પૂછવાની ક્ષમતા છે, આપણે બસ માત્ર તેનામાં ઉત્સુકતા જગાવવાની છે કે બાળક પ્રશ્ન પૂછે. વિજ્ઞાન ફેલાવવા માટે ઘરના રસોડાથી વિશેષ કંઈ નથી. આપ પૂરી બનાવો છો ત્યારે તેને તેલમાં નાખો ત્યારે નીચે ચાલી જાય અને ફૂલી જાય તો ઉપર આવી જાય, તો આનાથી વિજ્ઞાનના નિયમો શીખવી શકાય છે. આ રીતે વિજ્ઞાન અને ગણિતને રોજિંદી જિંદગીના ઉદાહરણોથી ભણાવશો તો સરળ રહેશે. તેને ગણિત-વિજ્ઞાનનો ડર નહીં રહે. કેટલાક બાળકો ડરે છે વિજ્ઞાનથી, ગણિતથી, ભાષાથી, અંગ્રેજીથી... આપણે તે ડર દૂર કરીએ. એક શિક્ષક બીજું કંઈ ન કરી શકે પણ બાળકમાં પ્રશ્ન કરવાનું ઈંઘણ આપે શરુ કરી દીધું પછી તે જિંદગીભર ચાલતું રહેશે. તે રોકાશે નહીં. પ્રશ્નના માધ્યમથી નવું નવું જ્ઞાન હંમેશા પ્રાપ્ત કરતા રહેશે. બસ આ વાતથી મારી વાત પૂરી કરું. ઈશ્વર આપને શક્તિ આપે અને આપને પ્રેરણા આપે. આપની પ્રેરણા વાયરસ- કોમ્પ્યુટરનો વાયરસ હોય ને એ રીતે બધી શાળામાં આપની પ્રેરણાનો વાયરસ ફેલાઈ જાય એવી શુભકામના સાથે વિરમું.

No comments:
Post a Comment